મોરબી જિલ્લામાં કોરોનાના કેશ વધતાં મોરબી-માળીયા (મિં)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પ્રજાજનો સંદેશ આપતા જણાવ્યુ હતું કે, હમણાં થોડા સમયથી આપણા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. ખોટી અફવાઓથી ભરમાયા વગર સૌ સાવધ બનીએ અને બિનજરૂરી હળવા મળવાનું ટાળીએ, મોરબીની જરૂરિયાતને અનુલક્ષીને આરોગ્ય કમિશ્નરશ્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા સબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી RT-PCR કીટ, રેપિડ ટેસ્ટિંગ કીટ તથા રેમડેસિવીર ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સૌ આગેવાનોએ પ્રયાસ કર્યો છે.
સાથોસાથ આપણે નવા કોવિડ સેંટર ઉભા કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અત્યારે આપણે સૌએ માસ્ક અવશ્ય પહેરવું, દુકાનોમાં સોશ્યિલ ડીસ્ટન્સનું પાલન કરવું તથા ભીડ એકથી કરવી નહિ.રાત્રે બિનજરૂરી બહાર નીકળવું નહિ, કોરોનાનો રામબળ ઈલાજ વેક્સિન છે. તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે વેક્સિન અવશ્ય લઈએ, આ સંક્રમણને અટકાવવા વ્યક્તિ ખુદ પોતે પણ વધુમાં વધુ કાળજી લે અને સમુદાય તેને અનુસરે એવી મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પ્રજાજનોને સંદેશ પાઠવ્યો છે.