પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈને દર્દીઓના હાલચાલ પુછી સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે સમીક્ષા કરી હતી
(જયેશ બોખાણી દ્વારા) મોરબી માળીયાના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજે મોરબી માળીયાના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. મોરબીના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પુર ભુકંપ કે કોરોના જેવી પ્રચંડ મહામારીની કપરી પરીસ્થિતિમાં ખડેપગે રહી લોકોની પડખે ઉભા રહી મદદરૂપ બન્યા છે. તે હાલ મોરબી જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે કાંતિભાઈ લોકોના હાલચાલ પુછી સાબિત કરી બતાવ્યુ છે કે, સિંહના ટોળા ન હોય ગમે તેવી પરિસ્થિતિમાં લોકોની મદદે આ હોનહાર પુર્વ ધારાસભ્ય એકલા ઉભા રહી ખબર અંતર પુછે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે.
હાલ કોરોનાએ મોરબીને ભરડામાં લીધુ છે. તેવી ગંભીર પરિસ્થિતિમાં ચુંટણી ટાણે ફાંફા મારતા કહેવાતા લોકપ્રતિનિધિઓ કોરોનાના કહેરમાં ગોત્યા નથી મળતા તેવામાં મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તાજેતરમાં લોકોની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈને કલેક્ટરને પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમા લોકોની સુખાકારી માટે હરહંમેશ ખડેપગે રહેતા કાંતિલાલ અમૃતિયાએ પોતાના અસલી રંગમાં સિંહ ગર્જના કરી કલેક્ટરને ખખડાવ્યા હતા. ત્યારે આજરોજ પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી માળીયાના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોની કેવી પરીસ્થિતિ છે. તેનો તાગ મેળવવા અને લોકોને આરોગ્ય સુવિધામાં હાલાકી ન પડે તે અંગેની સમીક્ષા કરવા ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

જેમા માળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર રંગપર પીએચસી ખાખરેચી પીએચસી જુનાઘાંટીલા જેતપર સરકારી હોસ્પિટલ ભરતનગર સહીતના ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને કાંતિભાઈ અમૃતિયાએ આરોગ્ય અધિકારીઓ સાથે ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને દર્દીઓને હાલાકી ન પડે તેવા પ્રશ્નો પર ચર્ચા વિચારણા અને ઉપરોકત તમામ આરોગ્ય કેન્દ્ર પર સમીક્ષા કરી કોવીડના દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવુ આયોજન કરવા ડોકટરને જણાવ્યું હતું.
તેમજ બેડ પર રહેલા દર્દીઓના હાલચાલ પુછી ખરા સમયે કપરી પરીસ્થિતિમાં માનવતાના દર્શન કરાવી પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી ડોકટરોને ખાતરી આપી હતી કે ગમે ત્યારે કહો જરૂર પડે હુ મુલાકાત લેતો રહીશ તેમજ કાગળ પર રિપોર્ટ આપતા હોવાની રાવને પગલે અધિકારીઓ સાથે વાતચીત કરી યોગ્ય કરવા અને આ અંગે તપાસ કરવા પુર્વ ધારાસભ્યે જણાવ્યું હતુ આમ કોરોનાના ગંભીર સંક્રમણ વચ્ચે પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે પોતે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના પ્રકોપથી કેવી પરીસ્થિતિ છે તેનો તાગ મેળવી લોકોને પુરતી સુવિધા મળી રહે તેવા પ્રયાસ કર્યા હતા