હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોના ઉભા મોલ સુકાય રહ્યા છે. ત્યારે મોરબીની જનતાની સાથે હર હંમેશ ખડે પગે રહેનાર અજયભાઈ લોરીયા દ્વારા ખેડૂતોના ઉભા શુકાય રહેલા પાકને જીવનદાન મળી રહે તેવા આશયથી મોરબી માળિયાનાં ખેડૂતો માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવા માટે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય પરથી જાણે મેઘરાજા રીશાયા હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે. વરસાદ ખેંચાતા હાલમાં ખેડૂતોનાં ઉભા પાકને બચાવવા માટે ખેડૂતોને પાણીની જરૂર છે. વરસાદ સારો ન થવથી કુવામાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે મોરબી- માળીયામા ખેડૂતોના પાકને બચાવવા તેમજ જીવદાન આપવા માટે હર હંમેશ પ્રજાની સાથે રહી પ્રજાના દુઃખને પોતાના દુઃખ સમજી કાર્ય કરતા મોરબી જિલ્લા જાહેર બાંધકામ સમિતિનાં અધ્યક્ષ અજયભાઈ લોરીયા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જે ઉભા પાક શુકાય રહ્યા છે. તેને જીવનદાન આપવા માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. જેથી ખેડૂતોના પાક બચી જાય અને ખેડૂતોએ કરેલ ખર્ચ તેમના માથે ન પડે તેવા હતુથી નર્મદા કેનાલમાંથી પાણી છોડવા માટે કલેકટરનેં આવેદનપત્ર આપવામાં આવેલ છે.