મોરબી માળિયા હાઈવે પર ઉમીયા હોટલ સામે ટીંબાવાળી માતાજી જવાના રસ્તે જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે પર ઉમીયા હોટલ સામે ટીંબાવાળી માતાજી જવાના રસ્તે જાહેરમાં આરોપી વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયા (રહે. સો ઓરડી વરીયાનગર શેરી નં-૦૫. મોરબી-૦૨) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ. ૩૭૫) ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.