મોરબીમાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે ઘણા બધા લોકોને રેમીડીસવીરની જરૂરિયાત રહે છે. ત્યારે આજે રવિવાર હોય બધુ બંધ હોય લોકોને હાલાકી ન પડે માટે રેમીડીસવીર ઇજેકશનનો સંગ્રહ ન કરી જરૂરીયાતમંદ લોકોને આપવા જેતપર જિલ્લા પંચાયત સદસ્ય અને સેવાભાવી યુવા અજયભાઇ લોરિયા દ્વારા આપવા નમ્ર અપિલ કરવામાં આવી છે.
અજયભાઈ લોરીયાએ અપિલ કરતાં જણાવ્યું હતું કે, મોરબીમાં જે કોરોનાની સ્થિતી છે. તેમાં ઘણા બધા લોકોને રેમીડીસવીર ઇજેકશનની જરૂરીયાત રહે છે અને બે-ત્રણ દિવસમાં રેમીડીસવીર ઇજેકશન પુરતા પ્રમાણ આવી જશે તેવુ લાગે છે. ત્યારે આપણી પાસે ફ્રીજમાં જે સ્ટોક હોય તે આપણા લોકો ને જ બચાવવા માટે ફ્રીજમાંથી તે લાગણીને લોકો સુધી પહોચાડો કારણ કે દરેક માનવજીદંગી અમુલ્ય છે. અને તેમની મદદ કરવી આપણી ફરજ છે.
જો ભગવાન ઉપર ભરોસો રાખીને લોકો ને ઇજેકશન આપશો તો તેમના આશિર્વાદથી કદાચ તમારા પરીવારને તેની જરૂર જ ભગવાન પડવા નહી દે માટે બિનજરૂરી સ્ટોક ને જરૂરીયાતમંદ લોકોને આપવા નમ્ર અપીલ છે. આજે રવીવાર છે બધુ બંધ હશે સ્ટોક પણ કાલે આવશે તો આપણે જ લોકોને મદદ કરીને બચાવી શકીયે તો ફ્રીજમાં રાખેલ જડીબુટ્ટી ને લોકો સુધી પહોચાડશો કારણકે પૈસા થી ઇજેકશનનો સ્ટોક કરી શકાય પરંતુ આયુષ્ય તો ભગવાન ના હાથમાં જ છે. માટે ઈંજેક્શનનો સ્ટોક ન કરતાં જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવા અપિલ કરવામાં આવી છે.