મોરબી માં ગળેફાંસો ખાઈ લેતા પરિણીતા નું મૃત્યુ.
દિવસેને દિવસે મોરબી જિલ્લામાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં ફરી એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.મોરબીના ઇન્દિરાનગર ખારા પટ માં રહેતા એક મહિલાએ આત્મહત્યા કરી છે. ત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેરમાં ઈન્દીરાનગર ખારા પટમાં રહેતા જીતુબેન ઉર્ફે જીવતીબેન ઉમેશભાઈ વાઘેલા, ઉ.35 નામની પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.