મોરબી જીલ્લામાં કોરોના કેશો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મધ્યમવર્ગીય પરિવારના કોરોના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવા માટે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી યુવા અગ્રણી અજયભાઈ લોરીયા મદદ માટે આગળ આવ્યા છે. અને દર્દીઓને જરૂરી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવાની તૈયારી દર્શાવી છે.
મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી યુવા અજયભાઈ લોરિયા કોરોના કાળમાં લોકોની વ્હારે આવ્યા છે. અને લોકડાઉનમાં લાખો ફ્રુડ અને રાશનકીટો વિતરણ કરવાનો સેવા યજ્ઞ હાથ ધર્યો હતો. ત્યારે ફરી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને રેમડીસીવર ઇજેક્શનની જરૂરીયાત હોય તો ૮૯૯ રૂની કીમતે ઇજેક્શન લાવવાની વ્યવસ્થા કરી આપશે ઇજેક્શન લઇ આપવાનો એકપણ રૂપિયો ખર્ચ પેટે લેવામાં નહિ આવે અને દર્દીઓને ૮૯૯ રૂ માં જ ઇજેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ વિસ્તારમાં સેનેટાઈઝર કે માસ્કની જરૂરીયાત હોય તો તે પૂરી પાડવા તૈયારી દર્શાવી છે. ઇજેક્શનની જરૂરિયાત હોય તેવા દર્દીઓએ સુમિત બોપલિયા 93289 66292 અને નીતિન લોરિયા 93742 88888 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.