મોરબીના મહાકાય મચ્છુ ડેમ-૨ તૂટવાથી આવેલા પુરે મોરબી માળીયાને એક ઝાટકે તબાહ કરી દેતા હજારો લોકો સેંકડો પશુઓ મોતને ભેટ્યા તો ઉધોગો અને મિલકતોને ભારે નુકશાની થઈ હતી
મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક એટલે મોરબી મચ્છુ જળ હોનારત ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો જેમા હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. અને સેંકડો પશુઓ અને લોકો પુરમાં તણાઈને મોતને ભેટ્યા હતા સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી જેના કારણે ચારેકોર તબાહી જેવા દ્રશ્યોથી સર્જાયા હતા અને ચારે તરફ માનવો તથા પશુઓની લટકતી લાશોને જોઈ બાળકોની ચિચિયારીઓથી મોરબી શહેર ખોફનાક સન્નાટામાં ફેરવાઈ ગયું હતું. અને જબરી ખાનાખરાબીથી ઠેરઠેર બિહામણા દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બની ગયુ હતું.
જેની સ્મૃતિઓ છોડી જનાર જળપ્રલયની આજે ૪૨મી વરસી છે જ્યારે પણ આ ગોઝારી ઘટનાની વરસી આવે ત્યારે પોતાના સ્વજનોને ગુમાવનારા લોકોની આંખમાંથી આજની તારીખે પણ મચ્છુ જળ હોનારતના પાણી હજુ સુકાતા નથી અને આજે પણ પૂરગ્રસ્તોની આંખોમાંથી આંસુના પુર વહે છે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું પરંતુ ઉપરવાસના ચોટીલા વાંકાનેર પંથકમાં ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-૨ ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયુ હતુ અને મચ્છુ ડેમના રાક્ષસી વિશાળ મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું.
જેમા સેંકડો મકાનો મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસનહસ કરી દીધા હતા જેમા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી સેંકડો માનવ મૃતદેહો વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો ધ્વસ્ત થયેલા હજારો મકાનો સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓ આ ઘટનાને ભુલી શકે તેમ નથી જોકે મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું અને આજે મોરબીએ ઔધોગિક રીતે સમ્રગ વિશ્વમાં ડંકો વગાડી ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને મચ્છુ ડેમ અનેક જિલ્લાઓ અને તાલુકાઓ માટે જીવાદોરી સમાન બની સિંચાઈ વિભાગ દ્વારા હાલ અતિ આધુનિકતા સાથે ડેમ અડીખમ ઉભો છે.
