મોરબી: સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઇ શુક્લ દ્વારા સંકલિત ભારત એકાત્મતા સ્ત્રોત પર આધારીત ભારત એકાત્મતા ગાથા નામની પુસ્તિકાનું 13 એપ્રિલને મંગળવારના રોજ સવારે 9 થી 10 કલાકે લોકાર્પણ કરવામાં આવશે.
ભારત એકાત્મતા ગાથા પુસ્તિકા વિશે કિશોરભાઈ શુક્લ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારત એકાત્મતા ગાથા પુસ્તિકા પ્રકાશનનો હેતું વિશાળ સમુદાય તેમજ વિદ્યાર્થીઓ એકાત્મતાસ્ત્રોતનો પરિચય મેળવે, તેમાં સમાવિષ્ટ પાત્રોને ઓળખે ભારતમાતાની ઉત્તમ સેવા આપનાર મહાન પુરૂષો પ્રત્યે આદરભાવ ઉદ્દભવે તેમજ તેમાનામાંથી પ્રેરણા મેળવે.