મોરબી ભાજપ ના આગેવાન કરેલ દબાણ કલેકટર દૂર કરશે કે ભાજપ ના એજન્ટ બની કામગીરી કરશે મહેશ રાજ્યગુરુ
મોરબી ના કહેવાય ભાજપ ના આગેવાન સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્લોટ ઉભો કરિયો છે તે મોરબી ના મામલતદાર કહે છે તો મોરબી જિલ્લા ના કલેકટર શા માટે દબાઈ છે.
નાના માણસો પોતા ના મકાન નો થોડો ભાગ બહાર કાઢી ને ચણતર કરે તો તેની સામે લેન્ડ ગેબિંગ ની ફરિયાદ આ જિલ્લા કલેકટર કરે કારણ એ ભાજપ ના દલાલ ની જેમ કામ કરે છે
આજ ના દૈનિક પેપર માં ગેરકાયદેસર પાર્ટી પ્લોટ ની વિગત જાહેર થઈ છે ત્યારે મોરબી માળિયા ના ધારાસભ્ય પણ ચૂપ છે આમ તો મોટી મોટી વાતો કરી પ્રજા ને ગુમરાહ કરેછે ત્યારે તમારા જ ભાજપ ના આગેવાન ગેર કાયદેસર પાર્ટી પ્લોટ બનાવી લાખો રૂપિયા ની કમાણી કરેલ છે તો તમારી નૈતિક ફરજ થાય છે જે આ વ્યક્તિ વિરુધ ફરિયાદ દાખલ કરવી સરકારી જમીન છુંટી કરાવી જોઈએ
મોરબી જિલ્લા માં ભાજપ ના આગેવાન દ્વારા ગોચર સરકારી જમીન ખરાબ પર પોતા નો બિઝનેસ ઉભો કરી રહીયો છે ત્યારે રેવન્યુ મામલતદાર જિલ્લા કલેકટર તેમના દબાણ માં આવી આંખ આડાં કં કરી ભાજપ ના આગેવાન થી ડરી કોઈ કાર્યવાહી કરતા નથી અને ભાજપ ના આગેવાનો ને પગે પડી તમામ ગેર કાનૂની બિઝનેસ કરવા ની છુટ આપી છે આજ લોકો ભાજપ માં જોડાઈ ગેરકાનૂની બિઝનેસ કરી રહીયો છે સરકાર ના અઘિકારી પ્રજા ના ટેક્ષ ના પૈસા થી પગાર મેળવે છે પણ પ્રજા ના કોઈ કામ કરતા નથી ફકત ભાજપ ના આગેવાન ની પૂજા કરી તેમના કામ કરે છે
મોરબી જિલ્લા કલેકટર આ ગેરકાયેદસર પાર્ટી પ્લોટ ને પાડી ને સરકાર હસ્તક નહી લેતો આવનાર દિવસ માં પ્રજા ને સાથે લઈ આંદોલન કરવા માં આવશે અને જરૂર પ્રમાણે કોર્ટ માં પણ જવાની ફરજ પડશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ મંત્રી મહેશ રાજ્યગુરુ ની પ્રેસ યાદી જણાવે છે