મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર પ્લેટીના કારખાનાની સામે ભડીયાદ ગામની સીમ પટેલ કોલ એલ.એલ.પી કારખાનાના સેડમાં સાયકલ લઈને રમતા માસૂમ બાળક ઉપર ડમ્પરનુ વિલ ફરી વળતા બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકનાં પીતાએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામની સીમમાં રફાળેશ્વર રોડ પર આવેલ પટેલ કોલ કારખાનાની લેબરની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશભાઇ હેમરાજભાઇ મેડા (ઉ.વ-૨૮) એ ડમ્પર નં-GJ-03 AZ-4603 વાળાનો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે,ગઈકાલે તા.૨૨ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દીકરા રાજેશ (ઉ.વ-૬)વાળો પટેલ કોલ કારખાનાના સેડમાં સાઇકલ લઇને રમતો હોય ત્યારે ડમ્પર ચાલકે પોતાના હવાલા વાળુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડમ્પરના આગળના ડ્રાઇવર સાઇડના ટાયરમાં ફરીયાદીના દીકરા રાજેશને હડફેટે લઇ માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે બાળકનાં પીતાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.
