મોરબી: છત્તીસગઢના બીજાપુરમાં નકસલીવાદી હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે હાલ ચાલી રહેલ કોરોના મહામારીથી બચવા માટે સામાજિક કાર્યકર અને જિલ્લા પંચાયતના સદસ્ય અજય લોરીયા દ્વારા જરૂરિયાતમંદ લોકોને માસ્ક અને સેનીટાઈજરનું વિના મૂલ્યે વિતરણના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં સત્વેદ પ્લાઝા,સ્કાય મોલ સામે શનાળા રોડ મોરબી ખાતે આજે તા. 06-04-2021 સવારે 11 કલાકથી કાર્યાલય શુભારંભ કરાશે.