મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે મોરબીના સેવાભાવી લોકો આગળ આવી માસ્ક વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં બાર એસોસીએસનના પ્રમુખ અને કાનૂની સેવા સતા મંડળ દ્વારા કોર્ટ પરિસરમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમાં કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન DLSA એ.ડી.ઓઝા અને કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આર.કે.પંડ્યા, બાર એસોસીએશન પ્રમુખ દિલીપભાઇ અગેચણીયા સહિતના બાર એશોશિએશનનાં આગેવાનો દ્વારા 400 થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને કોરોના સંદર્ભે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ સમયે સરકારી વકીલ દવે સાહેબ, વી.સી.જાની તેમજ અન્ય વકીલ હાજર રહ્યા હતા.
