મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા એલ.સી.બી.મોરબી સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુને મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે રેઇડ કરતા ટાટા-૪૦૭ ગાડી નંબર GJ-02-19275 વાળીનાહાહામ લોખંડની ટાંકો ફીટ કરી તેની સાથે ફયુલપંપ નળીઓ લગાવી ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ કરતા હોય જે રેઇડ દરમ્યાન ટાટા-૪૦૭ તથા સફેદ પ્રવાહી બાયો ડીઝલ આશરે ૨૫૦૦૦ લીટર કિ.રૂ. ૧,૭૫,૦૦૦/- નો જથ્થો તથા ટાંકો, ફયુલપંપ ગાડી, મોબાઇલફોન નંગ-૧ તથા બાયો ડિઝલ વેચાણના રોકડા રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૮,૨૧૦/- નો મુદામાલ મળી આવતા સીઆર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે.
આમ મોરબી એલ.સી.બીને ચોરી છુપી વાહનમાં ટાંકો તથા ચુલપંપ ફીટ કરી અલગ અલગ જગ્યાએ જુદા જુદા વાહનોમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરી તેનું વેચાણ કરતા વાહન બાથી ડીઝલનો જથ્થો પકડી પડવામાં સફળતા મળેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા તથા એલ.સી.બી. મોરબીના HSC દિલીપભાઇ ચૌધરી વિક્રમર્મિહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશ કાસુન્દ્રા સતીષભાઇ કાંજીયા વિગેરે જોડાયેલ હતા.