મોરબીમાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ અને વૃક્ષોના કાળજી પૂર્વક ઉછેરનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો અને મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર-ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા. ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામ પાસે આવેલ ક્રિષ્ના કોલ કપંનીમાં 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારે ક્રિષ્ના કોલ કપંની ટીમ દ્વારા જણાવ્યુ હતું કે, કોરોના મહામારીમાં ઓક્સિજનનું મૂલ્ય શું છે..! તે આપણે બહું જાણીએ છીએ તેથી પર્યાવરણનું જતન કરી ને વધુમાં વધું વૃક્ષ વાવવા જોઈએ. તેમજ આવનાર પેઢીને વૃક્ષોથી શુદ્ધ હવાનો લાભ મળે અને એ હેતુથી આ વૃક્ષોરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ ક્રિષ્ના કોલ કપંની દ્વારા 200 જેટલા વૃક્ષોનું રોપણ કરીને તેનું કાળજી પુર્વક જતન કરવા સંકલ્પ લીધા હતા.
