Friday, April 11, 2025

મોરબી ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ/સ્કુલમાં ફાયર સેફ્ટી વિશે માહિતી અપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા કમિશનરના આદેશ વિગતે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલો પૈકી ર હોસ્પિટલમાં ૭ હોસ્પિટલ સ્ટાફને, સ્કૂલો પૈકી ૧ સ્કુલમાં ૩૦ વિદ્યાર્થી તથા સ્ટાફને, શોપિંગ મોલ પૈકી ૦૧ શોપિંગ મોલમાં ૧૮ સ્ટાફને, હોટલ પૈકી ૦૨ હોટલના ૦૮ સ્ટાફને, ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે વધુ ૩૧ હોસ્પિટલોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા ૨૮ હોસ્પિટલને બીજી નોટીસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી.

આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

Related Articles

Total Website visit

1,501,793

TRENDING NOW