Friday, April 25, 2025

મોરબી: પ્રભુકૃપા ટાઉનશિપમાં ફેરો કરવા ગયેલ રીક્ષા ચાલકનેં ત્રણ શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશિપમાં ફેરો કરવા ગયેલ રીક્ષા ચાલક સાથે કોઈ અગમ્ય કારણસર ઝગડો થતાં રીક્ષા ચાલકનેં ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમા રહેતા જયદીપ ભાઈ ભીખુભાઈ દેવનદાસ કોટક (ઉ.વ.૨૪) એ આરોપી નવરત રામસિંગ નાયક તથા અન્ય બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨ ના રોજ આશરે નવેક વાગ્યાના સમયે ફરીયાદીના ભાઈ રાજુભાઈ ભીખુભાઈ કોટક પોતાની રીક્ષા નં-. GJ-36-U-6925 વાળી લોઈને મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ પાછળ પ્રભુકૃપા ટાઉનશિપમાં ફેરો કરવા ગયેલ હોય તે દરમ્યાન કોઈ અગમ્ય કારણસર આરોપી નવરતભાઈ તથા તેની સાથેના બે શખ્સો સાથે ઝગડો થતાં આરોપી એ ફરીયાદીના ભાઈને જાનથી મારી નાંખવાના ઇરાદે માથાના ભાગે સળીયા વડે માર મારી બ્રેન હેમરેજ તથા ફેક્ચર જેવી ગંભીર ઈજા કરી તથા છાતીપેટના ભાગે મુંઢ ઈજા કરી હોવાની ભોગ બનનારના ભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવમાં આરોપી વિરુદ્ધ ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,341

TRENDING NOW