(અહેવાલ: જયેશ બોખાણી મોરબી)
મોરબીમાં ક્રાંતિકારી વિચારધારા ધરાવતાં યુવાનના ઘરે પુત્રના વધામણાં થતાં રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ કરાવી પુત્રનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી સેના ચલાવતા રાધેભાઈ પટેલ અને શીતલબેનના ઘરે ગઇકાલે પુત્રનો જન્મ થયો હતો. ત્યારે પરિવારજનોમાં અનોખી ખુશી સાથે દિકરાના વધામણા કર્યા હતા. જેમાં લાડકવાયા પુત્રના જન્મતા જ નવજાત શિશુ કે જેણે હજુ આંખ નથી ઉઘાડી ત્યારે પિતા રાધેભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતમાતાના આર્શિવાદ હમેશા મારા પુત્ર પર રહે, અને ક્રાંતિકારી વિચારધારાથી જીવન ઘડાય તથા જ્યારે પણ બોલે ત્યારે “ભારત માતાની જય બોલે” તેમજ દેશના દુશ્મન સાથે લડવાની હિંમત અને હંમેશા સત્યની સાથે રહે.
