Wednesday, April 23, 2025

મોરબી: પાલિકા પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ યંગ ઈન્ડિયા સંચાલિત કોવિડ કેર સેન્ટરના મેડિકલ સ્ટાફનો ખર્ચ ઉઠાવવાની કરી જાહેરાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એવા સમય મોરબીમાં હરહંમેશ દરેક સમાજના જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા તત્પર રહેતું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તમામ સમાજના દર્દીઓની વ્હારે આવીને સર્વજ્ઞાતિના લોકો માટે રફાળેશ્વર ખાતે વિનામૂલ્યે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં કપરી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં માનવ સેવા માટે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક લોકો આગળ આવીને લોકોની સેવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા અહીંના મેડિકલ સ્ટાફનો પગારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં એક એમડી તેમજ 7 જેટલા તબીબો મળી કુલ 12 નો મેડિકલ સ્ટાફ કાર્યરત છે. જેનો તમામ ખર્ચ ઉઠાવવાની સાથે જરા પણ ખચકાયા વગર હજુ વધુ મેડિકલ સ્ટાફ ગોઠવવા પણ લાખાભાઈ જારિયાએ જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW