મોરબી નોર્મલ રેંજ તથા મોરબી વનવિભાગ દ્વારા વય નિવૃત વનપાલ જીલુભાઇ ડાંગરનો નિવૃતિ સમારંભ યોજાયો હતો. જેમાં તા.11/04/1983 થી ફોરેસ્ટ વિભાગમાં રામપરા અભ્યારણ્ય વાંકાનેર સિંહ બ્લીડીંગ સેન્ટરમાં પાંચ વર્ષ ફરજ બજાવી અને અંતમાં હળવદ રેંજમાં ફોરેસ્ટર વનપાલ તરીકે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તા.31/07/21ના જીલ્લુભાઇ ડાંગર નિવૃત થયા હતા.

જેથી મોરબી નોર્મલ રેંજ તથા મોરબી જિલ્લા વનવિભાગ દ્વારા જીલ્લુભાઇ ડાંગરનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુષ્પ ગુચ્છ તથા શાલ ઓઢાડી જીલ્લુભાઈ ડાંગરને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બી.આર.મકવાણા (સુખાભાઈ), આર.એફ.ઓ મોરબી રેન્જ, આર.એમ.સીડા, આરએફઓ ચેર રેન્જ મોરબી, તથા જે.એન.વાળા વનપાલ મોરબી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
