મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ સિરામિક કારખાનાની છત ઉપરથી પડી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે આવેલ નોકેલ સીરામીકમાં રહીને કામ કરતા હાબુભાઇ હરીયાભાઇ નાકા (ઉ.વ.29) ગઈકાલે તા. 18ના રોજ ફેક્ટરીની છત ઉપરથી પડી ગયા હતા. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.