(મહેશ આહિર દ્વારા)
મોરબી નિરાધાર ગૌ શાળા પીપળી રોડ ગૌ રક્ષક 2 દ્વારા હાલ કોરોના મહામારી સંક્રમણ ધ્યાને લેતા મોરબીમાં લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા એમ્બ્યુલન્સ ખાનગી વાહનમાં અસુવિધાથી વંચિત રહેતા લોકો કોરોના દર્દીને હોસ્પિટલ પહોંચાડવા કે દવાખાના કાર્ય માટે નિશુલ્ક વાહન નિરાધાર ગૌ શાળા ગૌ રક્ષક દળ 2 મોરબી જોડાયેલ યુવા હિન્દુ સંગઠન તથા નિરાધાર ગૌ શાળા પીપળી રોડ સચાલક દિનેશભાઇ લોરિયા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરફ નિ:શુલ્ક વાહન સુવિધા કોરોના દર્દી માટે હોસ્પિટલ કાર્યને લગતા મોરબીના સો કિલ્લો મીટર અંતરે વિના મૂલ્યે સેવામાં આપશે. તથા હાલ ની પરિસ્થિતિ ધ્યાન મા લઇ વાહન સુવિધા સાથે ઑક્સિજન સેવા કાર્યરત કરીશું કોઇપણ આર્થિક કે અન્ય કોઇ પણ વર્ગના લોકોને નિશુલ્ક વાહન મળશે. 24 કલાક આ સેવા કાર્યરત રહેશે તેમ દિનેશ લોરિયાની યાદીમાં જણાવ્યું હતું. વધુ માહિતી માટે મો ૯૭૧૨૯૯૩૬૯ સંપર્ક કરી શકાશે.