અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખભાઇ સહીત સિરામિક એશોશિએશન ના અન્ય હોદેદારો સાથે ઓરેવા ફાર્મ હાઉસ ખાતે RSS ના રાષ્ટ્રીય કાર્યકારી અને ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ આદરણીય શ્રી રામ માધવજી ની મુલાકાત થઇ …. આ મુલાકાત દરમ્યાન લોકહિત , લોક કલ્યાણ અને લોકસુખ માટે જોયેલ “રણ સરોવર” રૂપી વિરાટ સ્વપ્ન અને તેમની લોક ઉપયોગીતા પર ચર્ચા થઇ તેમજ વૈશ્વિક ફલક પર ખ્યાતિ પામેલ સીરામીક ઉદ્યોગ અને કલોક ઉદ્યોગ પર પણ ચર્ચા કરવામાં આવેલ. તદ્ઉપરાંત મોરબી ના ઇન્ડસ્ટ્રીઅલ વિકાસ તેમજ વુમન ઇમ્પાવરમેન્ટ પર પણ વિસ્ત્રુત ચર્ચા કરવામાં આવેલ. મોરબી જેવા નાના શહેરની વિશ્વ ફલક પર ની આ સિદ્ધિઓ થી શ્રી રામ માધવજી પ્રભાવિત થયા.

