ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પ્રોબેશનર પિરીયડમાં રહેલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવેલ છે.જેથી મોરબી ખાતે નવા ડીવાયએસપી તરીકે અતુલ બંસલને મુકાયા છે અને ડીવાયએસપી રાધિકા ભારાઈની વડોદરા મહીલા સેલ ખાતે બદલી કરવામાં આવેલ છે.
રાજ્યના ગૃહ વિભાગે પ્રોબેશન પિરિયડમાં રહેલ આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો જે અંતર્ગત અહિંના ડિવાયએસપી રાધિકા ભારાઈની વડોદરા ખાતે મહિલા સેલમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે બદલી કરવામાં આવેલ છે અને તેમની જગ્યાએ હાલ ભરૂચ ખાતેથી અતુલકુમાર બંસલની.મોરબી ખાતે બદલી કરવામાં આવેલ છે.
