Friday, April 11, 2025

મોરબી નર્મદા બાલ ઘર દ્વારા 50 શાળાઓને 3D પ્રિન્ટર તથા 25 શાળાઓને VR ગ્લાસનું વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નર્મદા બાલ ઘર દ્વારા 50 શાળાઓને 3D પ્રિન્ટર તથા 25 શાળાઓને VR ગ્લાસનું વિતરણ

આજ રોજ તારીખ ૨૪/૦૨/૨૦૨૨ ને ગુરુવારના રોજ નર્મદા બાલ ઘર દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની 50 શાળાઓને 3D પ્રિન્ટર તથા 25 શાળાઓને VR ગ્લાસ વિના મૂલ્યે આપવામાં આવ્યા તથા ત્યાં ડ્રોન, 3D પ્રિન્ટર, VR ગ્લાસ, બેઝીક સાયન્સ, AI, કોમ્પ્યુટર કોડિંગ, ડિજિટલ ડ્રોઈંગ વિશેની પ્રત્યક્ષ માહિતી બાલઘરના સ્ટાફ દ્વારા આપવામાં આવી. જે આપવા પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે બાળકો ટેકલોનોલોજી નું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને.


આ કાર્યક્રમમાં નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ભરતભાઈ મહેતા સર, રાજસ્થાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સારંગદેવોત સર, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. સંદીપ સંચેતી સર, ડૉ. બળવંત જાની સર, ડૉ. અનામીક શાહ સર, રાજકોટ સાયન્સ સેન્ટરના કિશોરભાઈ હેમાણી સર, આશ્રમ શાળાના ટ્રસ્ટી ડૉ. લક્ષ્મણ ચાવડા સર, ડૉ. ડી. વી. મહેતા સર, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી સર, ટ્રસ્ટી સી. પી.શાહ સર, ટ્રસ્ટી જયેશ ઓઝા સર, ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ફાઉન્ડર દેવશીભાઈ પાડલિયા સર તથા હાર્દિકભાઈ પાડલિયા સર, મનોજભાઈ ઓગણજા સર, કિશોરભાઈ શુક્લ સર, મોરબી જિલ્લાની 75 શાળાના શિક્ષકો, વુમન એમ્પાવરમેન્ટ તથા આશ્રમ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને દીપાલીબહેન આડેસરા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW