મોરબીના તિર્થક પેપરમિલના રૂપિયા ત્રણ લાખના ચેક રિટર્ન કેસમાં મોરબીના મધુસુદન પેકેજીંગના ભાગીદારને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ અને ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક 9 % વ્યાજ સહીતની રકમ ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.
આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, મોરબી નજીકના ઉમા ટાઉનશીપમાં રહેતા સતીષભાઈ જીવરાજભાઈ ભોરણીયા પુઠાના બોક્ષ (પેકેજીંગ) બનાવવાનો ધંધો કરતા હોય જેથી તેઓએ તિર્થક પેપરમિલ પ્રા. લી. પાસેથી ઉધારે કુલ રૂ. ૨૪,૮૩,૩૪૨ ના પેપર રોલ લીધેલ હોવાથી લેવાની બાકી નિકળતી રકમ પેટે રૂ.૩,૦૦,૦૦૦ નો સિંડીકેટ બેંક મોરબી બ્રાન્ચનો ચેક આપ્યો હતો અને ચેક આપતી વખતે વચન આપેલ કે, આપેલ ચેક મુજબના નાણાં મળી જશે, જેથી ફરીયાદીએ ચેક સ્વીકાર્યો હતો, જે ચેક ફરીયાદીએ તેના ખાતાવાળી બેન્કમાં જમાં કરતા તા. ૨૭/૦૬/૨૦૧૯ ના રોજ વગર વસુલાતે ચેક રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ જે નોટીસ આરોપીને મળી હોવા છતાં આરોપીએ ચેકની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી જેથી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી કોર્ટમાં હાજર થયો હતો અને દસ્તાવેજી પુરાવાઓ તથા ફરીયાદીના વકીલની દલીલોને ધ્યાને લઈ અદાલતના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરાએ આરોપીને ડબલ રકમનો દંડ એટલે કે રૂ .૬,૦૦,૦૦૦ નો દંડ તેમજ ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ૯ % વ્યાજ સહીત એક વર્ષની સજા ફટકારી હતી અને દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી યુવા ધારાશાસ્ત્રી પિયુષ એમ. કોરીંગા, વિવેક કે. વરસડા તથા મૌલીક ડી. ગોધાણી વકીલ તરીકે રોકાયેલ હતા.
