મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ભાટીયા દ્વારા મોરબી જિલ્લાના માળીયા-હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં તૈકતે વાવાઝોડું વરસાદ ના કારણે મીઠાના અગરિયાઓને થયેલ નુકસાનીનો સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ સર્વેની કામગીરી કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર ભાટીયાએ બે ટીમો પાડી હતી. એક ટીમે સર્વે કરવા માટે માળીયા રણવિસ્તારમાં સર્વેની કામગીરી કરી અને બીજી ટીમ હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં સરવેની કામગીરી શરૂ કરી છે.
આ મોરબી જિલ્લાના માળીયા-હળવદ રણ વિસ્તારોના સર્વે માટે DICના સોલ્ટ ઇન્સ્પેક્ટર ગોવિંદભાઈ ગોહિલ, વિરેન્દ્રભાઈ પટેલ, અગરિયા હિત રક્ષક મંચના મારુત સી. બારૈયા, મોરબી જિલ્લા કોડિનેટર તેમજ રાજકોટ સોલાર એજન્સીના મહેન્દ્રસિંહ અને અગરિયા આગેવાનો સાથે રહીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
