મોરબીના વીસીપરામાં તીન પત્તીનો જુગાર રમતા ૩ પત્તા પ્રેમીઓનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા સ્મશાન રોડ ખડીયાપરામાં જાહેરમાં ત્તિન પત્તીનો જુગાર રમતા આરોપી દીલીપભાઇ શીવાભાઈ સાલાણી (ઉ.વ.૫૦.રહે. મહાકાળી મીલ સામે,વીસીપરા, મોરબી), બેચરભાઈ સોમાભાઈ જંજેવાડીયા(ઉ.વ.૨૧.રહે. ગર્લ્સ હાઈસ્કૂલ સામે. વીસીપરા. મોરબી),તથા ગોપાલભાઈ પ્રભુભાઈ કગથરા (ઉ.વ.૨૩.રહે. મહાકાળી મીલ પાછળ, વીસીપરા. મોરબી) નેં રોકડ રકમ રૂ. ૧૫૪૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.