મોરબી: સેવા અને સમર્પણના પ્રતીક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા ગરીબ લોકોને ફ્રુટ વિતરણ કરીને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
જેમાં મોરબી તાલુકા યુવા મોરચાના પ્રમુખ નિતેષ બાવરવા તેમજ ભાજપ અગ્રણી આંનદ આગોલા, પિન્ટુ સોરીયા, મનોજ ઘોરીયાણી, નવનીત વરસડા અમિત ભલોડિયા દ્વારા આજે મોરબીના વિવિધ ઝુંપડપટ્ટી તથા ગરીબ વિસ્તારમાં જઈને લોકોને ફૂટ વિતરણ કરી ખરેખર સેવા અને સમર્પણની ભાવના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.