મોરબી જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી ઓના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે મોરબી જીલ્લાના અનેક ગામો સમરસ જાહેર થયા છે. ત્યારે વધુ એક ગામ સમરસ થયું છે.

જેમાં મોરબી તાલુકાના હરિપર (કેરાળા) ગામ સમરસ જાહેર કરવામાં આવ્યું છે. હરિપર ગામ નવમી વખત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ફરીવાર સમરસ બની છે. જેમાં સરપંચ તરીકે ધીરજબેન બીપીનભાઈ હળવદિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. હરિપર ગામના વિકાસની વાત કરીએ તો રોડ રસ્તા ઓ બાગ બગીચાઓથી સુસજ્જ ગામ જ્યાં લાઈટ પાણી ની જેવી તમામ સુવિધાવો ઉપલબ્ધ છે તેવું ગ્રામજનોની યાદીમાં જણાવ્યું હતું.