મોરબીના કેનાલ રોડ પર આવેલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ કાનજીભાઇ કારાવડીયા (ઉ.વ.૪૨) નામના આરોપીએ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝમા પોતાના કબ્જા ભોગવટા વાળા શ્રીરામ ક્લિનિકમા કોઈપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરી લોકાના આરોગ્ય સાથે ચેડા કરતા જણાય આવી તેમજ એલોપેથીક દવાનો જથ્થો રાખી કુલ કિં રૂ. ૮૧૩૯.૪૬ ના મુદ્દામાલ સાથે બોગસ તબીબને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.