મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં એ.સી.સી. સીરામીક સામે બાવળની કાંટમા જાહેર તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો મુન્નાભાઇ ઉર્ફે લાલો અનવરભાઇ રાજા ઉવ-૨૯ રહે. બેલા પટેલ સમાજ ની વાડી પાસે તા-જી મોરબી, સાહીલભાઇ ઓસમાણભાઇ નારેજા ઉવ-૨૫ રહે.બેલા મફતીયાપરા તા-જી મોરબી, હસમુખભાઇ માવજીભાઇ રૂપાલા ઉવ-૪૪ રહે. નાની વાવડી તા-જી મોરબી, અજયભાઇ નાનજીભાઇ જેઠલોજા ઉવ-૩૦ રહે. બેલા મેલડી માતા ના મંદીર પાસે તા-જી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૮,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.