મોરબી તથા કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરેલ 30 પશુઓનો ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈસમો ને પકડી પાડતી માળિયા મીયાણા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ નાઓએ રાજકોટ રેન્જમાં બનતી મિલકત સંબંધી ચોરીના બનાવ અટકાવવા તેમજ અન ડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જિલ્લાના હોય એ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી એ ઝાલા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે દરબાર સાહેબ ના હોય એ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા મિલકત સંબંધીત અન ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ભેંસ નંગ બે તથા ચોર ઇસમોને પકડી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી અન ડિટેક્ટ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમિયાન બનાવવાની જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ફૂટેજ આધારે એક શંકાસ્પદ bolero કાર રજીસ્ટ્રેશન નંબર Gj – ૩૬-v-૭૨૨૫ વાડીમાં ભેંસ ભાટી નીકળતા જોવા મળતા આ કામે તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ગઢવી નાઓએ પોતાના મોબાઈલ ફોન માં પોકેટ કોપ થી સદરહુ કારના નંબર સર્ચ કરતા bolero કાર વિજયભાઈ ગેલાભાઈ ભરવાડ રહે ચૂપણી તાલુકો હળવદ વાળાના નામે રજીસ્ટર હોય જેથી બોલેરો કાર બાબતે ચૂપણી ગામે જઈ તપાસ કરતા કાર રાહુલભાઈ બાવાજીની વાડીએ પાર્ક કરેલી હોવાની હકીકત મળતા સ્થળ પર જઈ શંકાસ્પદ બોલેરો કાર તથા ભેંસ નંગ બે તથા રાહુલભાઈ અંબારામભાઈ બાવાજી હાજર મળી આવતા મજબૂર ઇસબ તથા bolero કાર તથા ભેંસ નંગ 2 ને માળિયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી ફરિયાદીશ્રીને બોલાવી મળી આવેલ ભેંસો અંગે ખરાઈ કરતાં આ કામે ચોરીમાં ગયેલ ભેંસ હોવાનું જણાય આવતા મળી આવેલ ભેંસ નંગ 2 કિંમત રૂપિયા 1,40,000 તથા bolero કાર કિંમત રૂપિયા 6,00,000 ગણી તપાસના કામે કબજે કરેલ છે ત્યારે કુલ સાત લાખ ચાલીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે ઉપરાંત આ કામના આરોપીએ બે મહિના પહેલા માળિયા તાલુકાના અંજીયાસર ખારી વિસ્તારમાં જંગલમાં ચરતી પાંચ ભેસ અને એક પાડો ચોરી કરેલ હોય આમ અલગ અલગ જગ્યા પરથી અન્ય 28 જેટલા પશુઓ ચોરી કરેલ હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી.ઉપરાંત ત્રણ આરોપી રાહુલભાઈ અંબારામભાઈ માર્ગી, હબીબભાઈ મુસાભાઇ મોવર, તાજ મહંમદ ઈબ્રાહીમભાઇ મોવર ને ઝડપી પાડવામાં આવ્યા છે