Wednesday, April 30, 2025

મોરબી ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શનનો ભોગ બનેલ દર્દીઓએ મોરબી જિલ્લા પોલીસનો સંપર્ક કરવા અપિલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ગત તા. ૩૦-૦૪ ના રોજ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવટ તથા વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરીને 11 આરોપીઓને ઝડપી લીધા છે. અને ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવી વેચાણ કરનાર ઇસમોને ઝડપી લેવાયા છે ત્યારે ભોગ બનનાર દર્દીઓ માહિતી આપે તેમજ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. મોરબી પોલીસે ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. જે ઇન્જેક્શન કોરોના પોઝીટીવ દર્દી સુધી પહોંચાડેલ હોવાની શક્યતા છે. જેથી બનાવટી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવનાર તથા ખરીદ કરી વેચાણ કરનાર ઇસમોને ઝડપી લીધા છે.

આ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શનના સ્ટીકર ઉપર manufacturer company- mylan laboratories limited at – plot no-42 to 52, survey no-166, 171,172&177 TSITC phase-III, IDA, pashamylaram (V), patancheru (M), sangreddy, district telangana state 502307, mfg L/c no. TS/SGY/ 2020-65910 TM-trade mark, batch no. 246039A date of mfg 3/12/2020 date of exp. 2/12/2021 M.R.P. Rs.4800 લખેલ છે.

જે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન મોરબી, અમદાવાદ, કડી, મહેસાણા, પાટણ, પાલનપુર, સુરત, જબલપુર, ઇન્દોર સહિતના વિસ્તારમાં આપ્યા હોવાનું જણાવેલ છે જેથી ઝડપાયેલ ઈસમો પાસેથી અથવા તો ઇસમોએ અન્યને આપ્યા હોય તે રીતે ઇન્જેક્શન કોઈ દર્દીને આપ્યા હોય કોઈ સાઈડ ઇફેક્ત્ર કે મૃત્યુ પામેલ હોય તો પોલીસને તપાસમાં મદદરૂપ થવા જણાવ્યું છે જેથી માહિતી આપવા તપાસ કરનાર એસઓજી પીઆઈ જે એમ આલે જણાવ્યું છે મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ અથવા ૭૪૩૩૯ ૭૫૯૪૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,556

TRENDING NOW