મોરબી: ટીંબડી પાટીયા નજીક કારખાનામાં ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાછળ આવેલ સનલેક્ષ ફેબ્રીક કારખાનાના રહીને મજૂરી કામ કરતા જગદીશસિંહ સોહનસિંહ રાજપુત (ઉ.વ.૩૧) નામના યુવકે કોઈ કારણોસર ગત તા.૮ ના રોજ લેબર કવાર્ટરના બીજા માળે ખુણા ઉપરની છેલ્લી ઓરડીમાં પંખા સફેદ પનીયુ બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકની ડેડબોડીને પીએમ અર્થે ખસેડી મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે પોલીસે નોંધ કર વધુ તપાસ હાથ ધરી છે.