મોરબી : સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા સાહેબે સોશ્યલ મીડિયા દ્વારા ઉદ્યોગપતિઓને આ કોરોનાની મહામારી અનુસંધાને યેનકેન પ્રકારે લોકોને ઉપયોગી થવા આહવાન કરેલ તેનાથી પ્રેરાઇને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ એવા ઝીલોટ ગ્રૂપના સુપ્રીમો ડી. સી. પટેલે મોહનભાઈને સામેથી ફોન કરીને કહ્યું કે, તમારા આહ્વાનથી પ્રેરાઇને, તમારા માર્ગદર્શન હેઠળ રૂ. 10,00,000/- જેવું ડોનેશન આપવા ઇચ્છું છું તો ક્યાં કેવી જરૂરિયાત છે. તે મને જણાવો.
ત્યારે મોહનભાઇએ જણાવેલ કે, મોરબીની વસતી અને સંક્રમણની સાપેક્ષમાં કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ અપૂરતી છે તેથી આ કિટ મોરબીના દરેક હેલ્થ સેન્ટરમાં મળી રહે તેવું કંઈક કરો તો સારું. આ સાંભળી ડી. સી. પટેલ સાહેબે ટોટલ 10,000 કિટ મોરબીમાં મોહનભાઈના નેજા હેઠળ સમર્પણ કરવાનું જાહેર કરેલ. જેથી મોરબીના કોઈપણ હેલ્થ સેન્ટરમાં ઘટ ન પડે તેવું આયોજન કરેલ છે. મોરબી સીટી કરતાં ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં વધુ જરૂરિયાત છે.
તેથી આ બાબતે આયોજન કરી મોહનભાઇ પોતાની દેખરેખ હેઠળ રેપિડ ટેસ્ટ કિટ દરેકને પહોંચતી કરશે. આ તકે આવું પ્રેરણાદાયી અને પ્રશંસનીય સેવાકાર્ય કરવા બદલ ડી. સી. પટેલ સાહેબને ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસવા લાગ્યો અને તેમાંથી પ્રેરણા લઈને બીજા ઉદ્યોગકારો પણ આગળ આવી રહ્યાં છે.