મોરબીના ઝીંઝુડા ગામમાંથી એટીએસ ટીમે ૬૦૦ કરોડની અંદાજીત કિમતના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણને ઝડપી લઈને વધુ તપાસ ચલાવતા વધુ ચાર આરોપીને ઝડપી લેવાયા હતા જે સાત આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થતા સાતેય આરોપીને મોરબીની કોર્ટમાં રજુ કર્યા હતા અને કોર્ટના આદેશ મુજબ આરોપીને હાલ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબીના ઝીંઝુડા ગામમાં ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીને પગલે ગુજરાત એટીએસ ટીમે દરોડો કરી ૧૨૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા ૬૦૦ કરોડની અંદાજીત કિમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓ મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા જી જામનગર, સમસુદિન હુશેનમિયા સૈયદ (રહે ઝીંઝુડા તા. મોરબી) અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમિ દ્વારકા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને તા. ૨૮ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા તે ઉપરાંત એટીએસ ટીમે આરોપીઓ ઇકબાલ અલી મિયા સૈયદ રહે બંદર રોડ જામ સલાયા જામનગર, અરવિંદકુમાર ચુનીલાલ યાદવ રહે રાજસ્થાન વાળાને શિરોહી રાજસ્થાન નજીકથી ઝડપી લેવાયા છે તેમજ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ઇશા રાવના પુત્ર હુશેન રાવ રહે જોડિયા જામનગર વાળા અને અનવર ઉર્ફે અનુ મુસાભાઈ પટેલીયા રહે નાવદ્રા દ્વારકા એમ વધુ ચાર આરોપીને ઝડપી લઈને તા. ૨૮ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે સાત આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા મોરબીની કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રજુ કરવામાં આવ્યા હતા અને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા સાતેય ઇસમોને હાલ સાબરમતી જેલ ધકેલવામાં આવ્યા છે અને કેસની આગામી સુનાવણી તા. ૧૦-૧૨ સુધી મુલતવી રાખવામાં આવી છે