મોરબી જીલ્લા એસપી સુબોધ આર ઓડેદરાનો આજે જન્મદિવસ દિવસ છે વર્ષ 2005માં ડીવાયએસપી તરીકે તેઓ પસંદગી પામ્યા હતા બાદમાં તેઓએ વડોદરા ડીવાયએસપી, રાજકોટ ડીસીપી તરીકે પણ ફરજ બજાવી હાલ મોરબી જીલ્લા એસપી તરીકે કાર્યરત છે
પોરબંદર જીલ્લાના વતની સુબોધ ઓડેદરાના પિતાજી રામદેવભાઈ ઓડેદરા પણ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પિતાની જેમ સુબોધ ઓડેદરાએ પણ પોલીસ વિભાગમાં જોડાવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને ડીવાયએસપી બન્યા હતા અને હાલ તેઓ મોરબી જીલ્લા એસપી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે.
આજે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા એસપી એસ.આર.ઓડેદરા એ તેઓના કાર્યકાળ દરમિયાન બોગસ રેમડીસીવીર કૌભાંડ સહિત અનેક ગંભીર ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્ર અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે