મોરબી: હાલની પરિસ્થિતિ મુજબ મોરબી જીલ્લાના મોટા ભાગના ઉદ્યોગો મૃતપ્રાય અવસ્થામાં આવી ગયેલા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ ભયકર મંદીનો સામનો કરી રહ્યો છે. હાલ માં ૭૦% થી ૮૦ % ફેકટરીઓ બંધ હાલતમાં છે. આ ઉદ્યોગને એક્સપોર્ટનો જે સહારો હતો. તે ટ્રાન્સપોર્ટના ભાડા વધારા અને કન્ટેનરના ભાડા વધારાના કારણે આંતરરાષ્ટ્રીય લેવલે હરીફાઈમાં ઉભા નહિ રહી શકવાના કારણે હાલમાં ખુબજ જુજ પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. જે પહેલા ૪૦% કરતા પણ વધારે હતું.
ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરન ગેસના ભાવમાં કમરતોળ વધારો કરવાના કારણે હવે તો બિલકુલ એક્સપોર્ટ થઇ શકશે નહિ તેવું ઉદ્યોગકારો કહી રહ્યા છે. બીજો ભાવ વધારો કોલસાના ભાવમાં આવેલ છે. અને કોલસો તો પૂરતા પૈસાનો ભાવ આપવા છતાં જોઈએ એટલો મળતો નથી જેના કારણે પણ આ ઉધોગ મુશ્કેલી નો સામનો કરી રહ્યો છે. તેવું જ પેપર ઉદ્યોગ નું છે. તે પણ કોલસાના ભાવ વધારા અને શોર્ટેજના કારણે મુશ્કેલી ભોગવી રહ્યો છે. જો આવું જ ચાલશે તો મોરબી જીલ્લાના અગત્યના મુખ્ય ઉદ્યોગને ખુબજ મોટું નુકશાન થશે. અને આ ઉદ્યોગો ભાંગી પડશે. આ અંગે ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવાએ મોરબી જિલ્લાના ઉદ્યોગોને જીવન દાન આપવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે, સરકાર દ્વારા આ ઉદ્યોગને ભાગતા બચાવવા સિરામિકમાં વપરાતા નેચરલ ગેસનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે, તેમજ ગેસ ઉપર જે GST લાગે છે તેટલો GTS આ ઉદ્યોગ કરોને ભરવામાં થી માફી આપવામાં આવે, હાલમાં આ GST ની માફી આપવામાં આવતી નથી તે હવેથી આપવામાં આવે, જે સિરામિક યુનિટો એક્સપોર્ટ કરે છે તેવા યુનિટ જે જેટલો માલ એક્સપોર્ટ કરે તેટલા માલ ના બીલમાં લગતા બધા જ ટેક્ષ માફ કરવા માં આવે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો માલ ચાઈના તેમજ અન્ય દેશના માલની સામે ભાવની પેરીટી એ ટકી શકે અને એક્સપોર્ટમાં વધારો થાય, દેશને વિદેશી હુંડીયામણ પણ મળે, મોરબીના ઉદ્યોગોને જુના ભાવે કોલસો આપવામાં આવે અને પુરતો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરી છે.
તેણે વધુ રજૂઆતમાં ઉમેર્યું હતું કે, જો આવું કરવામાં નહિ આવે તો આ ઉદ્યોગ બંધ થશે અને લાખો લોકો અને મજુરો ધંધા રોજગાર વગરના થશે જેની અસર લોકોની સુખાકારી પર થશે સમાજ તેમજ મોરબીમાં ખુનાખરાંબી, લુંટફાટ, ચોરીઓ વગેરે જેવા ગુનાઓમાં વધારો થશે. આ બાબતે સકારાત્મક રીતે વિચારીને અમારી ઉપરોક્ત માંગણી ઓ બાબતે વહેલા યોગ્ય નિર્ણય લઈને આ ઉધોગોને જીવતદાન આપશો તેવી અમારી માંગ છે.