Friday, April 4, 2025

મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના રૂ.2,33,77,361ના મુદ્દામાલનો નાશ કરતી મોરબી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના રૂ.2,33,77,361ના મુદ્દામાલનો નાશ કરતી મોરબી પોલીસ

મોરબી: મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના રૂ.૨,૩૩,૭૭,૩૬૧/- ના મુદ્દામાલનો નાશ કરતી મોરબી જીલ્લા પોલીસ.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ મોરબી ડીવીઝન હેઠળના પોલીસ સ્ટેશન મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે-૨૦૨૧ થી ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજે મકનસર વીડી પાંજરાપોળ વાળી જગ્યા ખાતે ઉપરોક્ત પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૩૨૭ નો વિદેશી દારૂની બોટલો ૬૫૭૧૨ જેની કિં.રૂ.૨,૩૩,૭૭,૩૬૧/- ની કિંમતનો વિદેશી દારૂ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ડી.એ.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, વિજયસિંહ ચૌહાણ સબ ઇન્સપેક્ટર નશાબંધી અને આબકારી વિભાગ, કે.એ.વાળા પોલીસ ઇન્સપેક્ટર મોરબી તાલુકા, પી.એ. દેકાવાડીયા પોલીસ ઇન્સપેક્ટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા એચ.આર.હેરભા પોલીસ સબ ઇન્સપેક્ટર ટંકારા પોલીસ સ્ટેશન નાઓની રૂબરૂમાં નાશ કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW