Wednesday, April 23, 2025

મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સભામાં નવા હોદેદારોની નિમણુક કરાઈ

Advertisement
Advertisement
Advertisement

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાની વાર્ષિક સાધારણ સભા તારીખ 10/01/2025ના રોજ સાંજના 4:00 કલાકે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે યોજાઇ હતી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્યના ઉપ પ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ અને જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લાની કારોબારી સર્વાનુમતે નીચે મુજબની નક્કી કરવામાં આવી. જેની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના હોદેદારો:-
પ્રમુખ-  નિલેશભાઈ કુંડારીયા
મંત્રી- હર્ષદભાઈ કાવર
ઉપપ્રમુખ- (1) બળદેવભાઈ સરસાવાડીયા
(2) દિલીપભાઈ ગઢિયા
તાલુકાના પ્રમુખ:-
(1)  મોરબી- જીતુભાઈ વડસોલા
(2)  ટંકારા- વિજયભાઈ ભાડજા
(3)  હળવદ- ગીરીશભાઈ લકુમ
(4)  વાંકાનેર- ઇદ્રીશભાઈ બાદી

શ્રી જતીનભાઈ ભરાડે સાંપ્રત પરિસ્થિતિ વિશે વિસ્તારથી વાત કરી, નવા પ્રમુખ સ્થાનેથી નિલેશભાઈ કુંડારીયા એ સર્વેનો આભારમાની મંડળને વફાદાર રહી કામ કરવાની ખાત્રી આપી જયારે પૂર્વ પ્રમુખશ્રી મનોજભાઈએ તેના કાર્યકાળમાં થયેલા કામની વાત કરી, નવી કારોબારીને તમામ પ્રકારે સાથ આપવાની વાત કરી. મંત્રીસ્થાનેથી શ્રી હર્ષદભાઈ કાવરે સંગઠન સાથે રાખી વિશ્વાસપૂર્વક કાર્ય કરવાની ખાતરી આપી. સ્વાગત ઉદ્બોધન શ્રી બાદી સાહેબ તથા આભારવિધિ ગીરીશભાઈ લકુમે કરી હતી.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW