મોરબી જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ખાખરેચી Phc સેન્ટર ની ઔપચારિક મુલાકાત કરવા ગયા હતા. અને તેઓએ તેમનો રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હોમ કોરોન્ટાઈ થયા છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, મારા સંપર્કમાં આવેલ લોકોને પોતાનો રિપોર્ટ કરાવવો તેમજ કોરોના મહામારીમાં માસ્ક પહેરી તથા સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.