મોરબી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઇ મેતા તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી સાથે વિચાર-વિમર્શ એવં પરામર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે ઠાકરાણી અમૃતલાલ કાનજીભાઈ, મહામંત્રી તરીકે પ્રજાપતિ બીપીનભાઈ અમરશીભાઈ, હડીયલ અનિલભાઈ મલાભાઈ, ઉપ પ્રમુખ તરીકે માંડવીયા વસંતભાઈ પોપટભાઈ, દેગામા અવચરભાઈ ગોવિંદભાઈ, સિંહોરા હેમંતભાઈ છગનભાઈ, સીચણાદા ચંદુલાલ જગજીવનભાઈ, મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈ, ધરોડીયા ધર્મેન્દ્રભાઈ હરખજીભાઈ, દલવાડી હરખાભાઈ રૂગનાથભાઈ તેમજ મંત્રી તરીકે મીસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભુદરભાઈ, નગવાડીયા જીજ્ઞેશભાઈ કાંતિલાલ, ડાંગર અજીતભાઈ ગાંડુભાઈ, વામજા હર્ષદભાઈ કરમશીભાઈ, પાંચીયા છાનાભાઈ હીરાભાઈ, હુંબલ રાજેશભાઈ આપાભાઈ, નીમાવત જયસુખભાઈ પ્રભુદાસભાઈ, કોષાધ્યક્ષ પદે માણસુણીયા રમેશભાઈ કાનજીભાઈ અને કાર્યાલય મંત્રી તરીકે સાબળીયા જયંતિભાઈ જીવાભાઈનો નિમણુંક કરવામાં આવી છે.