મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચિખલીયા કરી ઘરવાપસી: આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા
મોરબી: મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આજે ઘર વાપસી કરી હતી જેમાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસન પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના હસ્તે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ તેઓએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે જોડાયેલા કોઈ પણ આગેવાન કાર્યકર્તાઓને માતૃ સંસ્થા સાથે નાનો મોટો અણ બનાવ હોય તો પણ ભાજપ જોઈન્ટ કરવો નહીં કારણ કે તે તમારો ઉપયોગ કરીને નાખી દેશે.
મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના જે તે સમયના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા મોરબી માળિયા વિધાનસભા બેઠકની ટિકિટ માટે પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પણ તેઓને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ મળી ન હતી જેથી કરીને જે તે સમયે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી બ્રિજેશ મિરજા બાદ તે ભાજપ સાથે જોડાયા હતા અને છેલ્લા અઢી વર્ષથી તેઓ ભાજપના આગેવાન તરીકે સમગ્ર વિસ્તારની અંદર સક્રિય હતા.
જોકે ભાજપમાં પણ તેઓની સતત અવગણના થતી હોય તેવું તેમણે લાગી રહ્યું હતું જેથી કરીને કિશોરભાઈ ચીખલીયા દ્વારા આજે ભાજપની સાથે છેડો ફાડીને તેઓએ ઘરવાપસી કરી હતી એટલે કે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાના હસ્તે ખેસ પહેરીને તેઓએ કોંગ્રેસમાં જોડાયા છે.
આજે જ્યારે ભાજપ સાથે છેડો ફાડીને વિધિવત રીતે કિશોરભાઈ ચીખલીયા કોંગ્રેસ સાથે જોડાય છે ત્યારે તેઓએ ભાવુક થયા હતા અને પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈપણ નાના મોટા અણ બનાવ હોય તો કોઈ આગેવાન કે કાર્યકરે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવુ નહીં કારણ કે ભાજપ તમારો ઉપયોગ કરીને નાખી દેશે.
જ્યારે આજે રાજીવ ગાંધી ભવન અમદવાદ ખાતે મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી તે સમયે મોરબી જિલ્લામાંથી વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, પટેલ સમાજના અગ્રણીઓ, જિલ્લા સદસ્યો મહેશ પરેજીયા અને નયન અઘારા તેમજ સતીશ મેરજા, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, નિમેષભાઈ ગંભવા, તાલુકા તેમજ શહેર પ્રમુખો રાજુભાઈ કાવર, ઇકબાલભાઈ જેડા, ધર્મેન્દ્ર વિડજા, હારૂનભાઇ સંથવાની, અશોકભાઈ કૈલા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા, એનએસયુઆઇના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, મુસ્લિમ અગ્રણી અયુબભાઇ મોવર, તેમજ ફ્રન્ટલ સેલના પ્રમુખોએ બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા તેમજ 30 વ્યક્તિએ કિશોરભાઈ ચીખલીયા સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા હતા.