Wednesday, April 23, 2025

મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકા માં અલગ અલગ બે જગ્યા એ ગેરકાયદેસર ખાણકામ ઝડપી બે જેસીબી/હિટાચી મશીન તથા ટ્રક પકડી પાડવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ તા. 19/10/24 ના રોજ ભુસ્તરશાત્રીશ્રી મોરબી ની ક્ષેત્રીય ટીમ દ્વારા મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકા માં અલગ અલગ બે જગ્યા એ ગેરકાયદેસર ખાણકામ ઝડપી બે જેસીબી/હિટાચી મશીન તથા ટ્રક પકડી પાડવામાં આવેલ છે.

1. Q-REX કારખાના પાછળ નાં ભાગમાં મોજે. જેતપરડા તા. વાંકાનેર પાસે , આકસ્મિક રેડ કરતાં જે. સી. બી. મશીન નંબર GJ-36-S-3848 ને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ.

2. મોજે. ગેગડી વિસ્તાર, હસનપર તા. વાંકાનેર ખાતે એક TATA HITACHI એક્સકેવેટર મશીન EX200LC 2001-13718 અને એક ડમ્પર નંબર GJ-18-AX-8418 ને સેન્ડસ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવા બદલ પકડી સીઝ કરવા મા આવેલ છે.

ઉપરોક્ત બંને ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલ બાબુભાઇ રે. જાલી તા. વાંકાનેર અને માલિક સરૈયા ભરત મોહનભાઇ રે. દરબારગઢ, જેતપરડા તા. વાંકાનેર તથા રાજીવ દેવનારાયણ યાદવ રે. મૂળ બિહાર હાલે હસનપર અને ડમપર નાં ચાલક/માલીક રાજ વિનોદભાઈ વિઝીવાડીયા રે. લુણસરિયા તા. વાંકાનેર તથા પેથાભાઈ રાઘવભાઈ સરૈયા રે. હસનપર તા. વાંકાનેર દ્વારા કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં માં માલુમ પડેલ છે.

આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી સીટી પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે મૂકી આગળની માપણી તથા તપાસ અંગે ની કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW