મોરબી જિલ્લા તલાટી ક્રમ મંત્રી મંડળના ઉપપ્રમુખ તથા મોરબી જિલ્લા આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના કન્વીર રવિભાઈ હુંબલનો આજે જન્મદિવસ છે.
રવિભાઈ હુંબલ મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેસંગભાઈના પુત્ર છે. અને સેવાકિય તથા સમાજલક્ષી કાર્યોમાં હમેંશા અગ્રેસર રહ્યા છે. સમાજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થાય તે માટે આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ થકી માર્ગદર્શન સેમિનાર સહિતના કાર્યક્રમો પણ યોજે છે. ત્યારે આજે રવિભાઈ હુંબલના જન્મદિવસ નિમિત્તે તેમના સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.