મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.6ને શુક્રવારના રોજ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સવારે 10:30 કલાકે સંવેદનહીન સરકાર સામે રોજગાર આપો અભિયાન કાર્યક્રમ યોજાશે.
ગુજરાતની ભાજપ સરકાર 6 ઓગસ્ટના દિવસે રોજગાર દિવસ ઉજવી યુવાનોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર યુવાનોને રોજગાર આપો અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં યુવાનોને રોજગારમાં પડતી મુશ્કેલી સામે સરકારને જગાડવવા અને યુવાનોને અભ્યાસ કર્યા પછી તાત્કાલિક રોજગાર મળે તેમ કરવા સરકાર જાગે હાલ ગુજરાતમાં યુવાનધન સામે સરકાર છેતરપીંડી કરી રહી છે. પરીક્ષાઓ લઇ પરિણામ આપવામાં આવતા નથી નોકરીના ફોર્મ ભરવાની ફ્રી યુવાનો પાસે લઇ આવા તાયફઓ કરી યુવાનોનું અપમાન કરી રહેલ છે.
ત્યારે આ સરકારને પ્રજાના ટેક્સના પૈસાથી તયફાઓ કરી યુવાનોની મશ્કરી કરી અપમાનિત કરી રહેલ છે. ત્યારે યુવાનોને રોજગાર આપવામાં સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરેલ હોય તો આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ સેલના ચેરમેનો તમામ કાર્યકરો ભાઈ-બહેનોએ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સવારે 10:30 કલાકે ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા ક્રોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતિભાઇ જે.પટેલની યાદીમાં જણાવ્યું છે.