Wednesday, April 23, 2025

મોરબી જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહાર ખીલી: ફડસર ગામેથી પાંચ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. શકુનિઓ જાણે શ્રાવણ માસની ઉજવણી કરી જૂગટું રમી ને કરી રહ્યા હોય તેમ ગમે તે સ્થળોએ હાર જીતની બાજી માટે રહ્યા છે. ત્યારે ફડસર ગામની હાસલા સીમમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા છે.

મોરબી એલસીબી સ્ટાફની ટીમ પ્રયત્નશિલ હતા. તે દરમ્યાન એલસીબીના પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના ફડસર ગામની હાસલા તરીકે ઓળખાતી સીમમાં પ્રભુભાઇ સાંણજા (રહે. રાજપર) વાળાની વાડીના શેઢે ઇલે. થાંભલા નીચે લાઇટના અજવાળામાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે રેડ કરી હતી.

જે રેઇડ દરમ્યાન આરોપી નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયા (રહે. પંચાસર રોડ, ૩૦૩-બી ,ઉમા રેસીડન્સી, મોરબી), સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર (રહે. કન્યા છાત્રાલય રોડ, વિજયનગર, હનુમાનજીના મંદિર પાસે મોરબી મુળ વાઘપર તાજી. મોરબી), છગનભાઇ ગણેશભાઇ ઠોરીયા (રહે. કાંતિપુર તા.જી. મોરબી), ઠાકરશીભાઇ છગનભાઇ વિરમગામા (રહે. યદુનંદન૧૭, કેનાલ રોડ, મોરબી,મુળ સરવડ તા.માળીયા મિ.), જીતેન્દ્ર રામજીભાઇ પ્રજાપતિ (રહે. શનાળારોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ ભાડેથી મુળ રહે ૫૪, વિવેકાનંદ નગર, સેકટર ૪-કે, દસક્રોઇ તા. દસક્રોઇ જી. અમદાવાદ)ને રોકડ રૂ.૧,૨૬,૭૦૦ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલર ૧૨ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,502,252

TRENDING NOW