મોરબી જીલ્લામાં રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે. તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ટેસ્ટિંગ કીટ વધુ ફાળવવા આરોગ્ય અધિકારીને સૂચના આપવામાં આવી છે.
તેમજ ઘુંટુ ખાતે કોવીડ કેર સેન્ટર પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ તથા સાર્વજનિક સ્થળો આજે રાત્રે સેનિટાઇઝ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે ખોટી અફવાઓથી દૂર રહીવા, આપણે સૌ નાના બાળકો તથા વડીલોનું સવિશેષ ધ્યાન રાખીએ, સાથોસાથ નજીકના સેન્ટર પર જઈ રસીકરણ કરાવવા અપિલ કરવામાં આવી છે.