Tuesday, April 22, 2025

મોરબી જિલ્લામાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ખાસ કરીને આ માસ દરમ્યાન મેલેરિયા અટકાયતી વિવિધ પ્રવુતિઓ ઉપરાંત મેલેરિયાથી તકેદારી રાખવા જનજાગૃતિ વગેરે પ્રવુતિઓ ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે.

આ અનુસંધાને મોરબી જિલ્લામાં પણ માન.જીલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવની સુચના મુજબ તથા માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાના માર્ગદર્શન મુજબ તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી. એલ. વારેવડીયાના આયોજનના અનુસંધાને જુન માસની ઉજવણીની પ્રવુંતિઓનો શરૂઆત થીજ ધમધમાટ ચાલુ કરી દીધેલ હતો. જેમાં મોરબી જીલ્લામાં પખવાડીક ધોરણે સર્વેલન્સ કરવામાં આવેલ, જુન ૨૦૨૧ માસ દરમ્યાન સર્વેલન્સના બે રાઉન્ડનું આયોજન કરેલ હતું, આ સર્વેલન્સ માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કાર્યકર. ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળીજીલ્લાના કુલ ૧૩૫૦ કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી સોંપેલ હતી, અને ૬૭૫ ટીમોની રચના કરેલ હતી .તેમજ અન્ય સુપરવાઈઝર તથા મેડીકલ ઓફિસરઓ અને જિલ્લાનાં અધિકારીઓને આ કામગીરીનું સુપર વાઈઝન સોપેલ હતું.

આ જુન માસ દરમ્યાન જીલ્લાના તમામ ઘરોમાં મેલેરિયા સઘન સર્વેલન્સ તેમજ ઘરની અંદરના ઘરવપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતી અટકાવવાની પ્રવુંતિઓ, તેમજ શંકાસ્પદ મેલેરિયા ચિહ્નો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, ઉપરાંત આગામી ચોમાસાને અનુલક્ષીને ઘરની અગાસી કે ફળિયામાં પડેલ જુના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાય તેમ હોય તેમનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી ઉપરાંત ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવેલ  છે, તેમજ બહારના નાના મોટા ખાડા, ખાબોચિયામાં બી.ટી.આઈ. દવાનો સ્પ્રેની કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત સર્વેલન્સ દરમ્યાન વ્યક્તિગત મુલાકાતથી મેલેરિયા જનજાગૃતિ કરવામાં આવેલ. ઉપરાંત સાહિત્ય વિતરણ તથા સપ્ત્ધારાની વિવિધ પ્રવુતીઓથી આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવેલ છે. આ માસ દરમ્યાન. સર્વે કરેલ કુલઘરો ની સંખ્યા ૨,૦૪,૨૩૩, સર્વે કરેલ કુલ વ્યક્તિઓ ની સંખ્યા ૧૦,૨૫,૫૪૩, તપાસેલ મચ્છર ઉત્પતિ સ્થાનો ની સંખ્યા ૭,૬૯,૫૦૮, મચ્છર નાં પોરા જોવા મળેલ ઘરો ની સંખ્યા ૨૨૮૬, મચ્છર નાં પોરા જોવા મળેલ પાત્રો ની સંખ્યા ૨૫૭૫, પોરાનાશક દવા નાખેલ પાત્રો ની સંખ્યા ૪,૦૫,૮૩૩, નાશ કરેલ મચ્છરઉત્પતિ સ્થાનો ની સંખ્યા ૬૯૭૦, શંકાસ્પદતાવના કેસો ની સંખ્યા ૩૬૩૪, તે પૈકી મેલેરિયા પોઝીટીવ કેસો ની સંખ્યા ૧ (એક)

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW